હયાતીમાં કરીએ કાર્ય એવું....

જે આપે કુટુંબને છત્ર જેવું....

....આવો આપણા પરિવારને

ઉમાછત્રનું કવચ આપીએ

નોંધ : વિકલ્પ 3 માં અંદાજિત વાર્ષિક યોગદાનથી ઉપરાંતની રકમની પૂર્તિ ઉમાછત્ર દ્વારા કરવામાં આવશે.

નામ :
કૌટુંબિક વિગત
 
 
 
 
 
 
પોતાના વ્યવસાયની વિગત

બેંકની વિગત :

A/c Name : Vishv Umiya Suraksha Kavach
Bank : The Mehsana Urban Co-Op. Bank Ltd., Science City Branch, Sola, Ahmedabad-380060

Bank A/c No. : 0044 100 100 2500
IFSC CODE : MSNU0000044
UPI Code : 7575003318@okbizaxis

પોતાની બેંક એપ્લિકેશન અથવા અનેદ્વારા મો.નં. 7575003318 પર પેમેન્ટ કરી શકો છો.

વિકલ્પ 2 કે 3 પસંદ કરો તો ACH માટે ઓરીજનલ કેન્સલ ચેક જોડવો

terms
: બાંહેધરી :

વિશ્વ ઉમિયા સુરક્ષા કવચ – ‘ઉમાછત્ર’ સહાયમાં સભ્ય બનવા માટે સંસ્થા દ્વારા નક્કી કરાયેલા તમામ નિતિ - નિયમો વાંચ્યા છે અને સંપૂર્ણ સમજ્યા પણ છે. ઉપરોક્ત તમામ નિયમો મને કબૂલ મંજૂર છે, તેમજ ભવિષ્યમાં આ સહાય બાબતે સંરથા દ્વારા જે કોઈ નિર્ણયો લેવામાં આવશે તે તમામ મને અને મારા હરકોઈ વંશ- વાલી વારસોને કબૂલ મંજૂર અને બંધનક્ત રહેશે જેની હું સંમતિ અને ખાતરી આપું છું.


Umachatra Form

Umachatra Brochure

Umachatra Draft (ACH from)
terms

       જગત જનની માં ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરી સમાજની ભાવના મજબૂત બને એ સંસ્થાનો ઉદે્શ છે. અધ્યાત્મિક ચેતનાની જ્યોત જગાવી સામાજિક અને વ્યાપારિક સંબંધોનાં વૈશ્વિક જોડાણ દ્વારા સમાજના જરૂરિયાતમંદ પરિવારોને શિક્ષણ, આરોગ્ય, રોજગાર, વ્યાપાર, સ્પોર્ટ્સ અને કલ્ચરલ ક્ષેત્રે સન્માનપૂર્વક મદદના સંકલ્પથી સંસ્થા કટિબદ્ધ છે . દરેક પરિવારોને ઉમાછત્રના માધ્યમથી યુવાવયે નિધન સમયે આર્થિક સુરક્ષા આપવાનો અભિગમ છે. જગતજનની મા ઉમિયાના આશીર્વાદ રૂપ ઉમાછત્ર સભ્યના પરિવારને ભરણ પોષણ, શિક્ષણ તેમજ આરોગ્ય સારવારમાં મદદરૂપ થઈ સમાજ ભાવનાને જીવંત રાખવાનો સંસ્થાનો નમ્ર પ્રયાસ છે .

( ૧ ) ઉમાછત્ર યોજનામાં લાભ લેનાર જે કોઇ વ્યક્તિ નિયત દાન સંસ્થામાં જમા કરાવશે તે અપેક્ષા રહિત અને શરત મુક્ત દાન ગણાશે. જગતજનની મા ઉમિયાના આશીર્વાદ રૂપે ઉમાછત્ર સહાય અંતર્ગત લાભ  આપવામાં આવશે . સંસ્થાની જુદી જુદી યોજનાઓ અંતર્ગત નિયત ફોર્મ અને યોગદાન ભરીને સહાય મેળવી શકશે.

( ર ) ઉમાછત્ર સહાય મેળવવા જરૂરી આધાર પુરાવા ફોર્મ સાથે સામેલ કરવાના રહેશે . તેમજ સંસ્થાએ નિયત કરેલ યોગદાન રોકડેથી અથવા 'વિશ્વ ઉમિયા સુરક્ષા ક્વચ' ના નામે ચેક કે ડ્રાફટરી આપવાનું રહેશે . અથવા ઓનલાઈન યોગદાન અને અરજી ફોર્મ ભરી શકાશે .જે સદર દાન ઈન્કમટેક્ષ ૮૦ જી( ૫ ) મુજબ મુક્તિને પાત્ર છે.

( ૩ ) ઉમાછત્ર સહાય મેળવવા ૧૮ થી પ૩ વર્ષ વયની સમાજની કોઈ પણ શારીરિક, માનસિક તેમજ તંદુરસ્ત વ્યક્તિ અરજી કરી શકશે.

( ૪ ) કોઈપણ ત્રાહિત વ્યક્તિ, સંસ્થા, કંપની કે પેઢી ઉમાછત્ર સહાય અંતર્ગત નિયમ નં . ૩ અને ૪ મુજબ નિયત અરજી અને યોગદાન જમા કરાવી પોતાની ઈચ્છા કે ભલામણ મુજબ સંસ્થાની સ્વીકૃત વ્યક્તિને ઉમાછત્ર સભ્ય બનાવી સહાય અપાવી શકશે.

( ૫ ) ઉમાછત્ર સભ્યનું ૧૮ થી પપ વર્ષ દરમિયાન કુદરતી કે આકસ્મિક નિધન થાય તો તેમના પરિવારને નીતિ-નિયમો આધીન રૂા. દસ લાખની સહાય મળવાપાત્ર થશે.

( ૬ ) ઉમાછત્ર સહાય મેળવવા અરજી ફોર્મમાં જણાવેલ કોષ્ટક મુજબના ત્રણ વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

( ૭ ) અવિરત વિકલ્પ પસંદ કરનાર વ્યક્તિએ પ્રારંભિક સભ્યપદ મેળવ્યા બાદ દર વર્ષે વયજૂથ પ્રમાણે સરેરાશ અંદાજીત વાર્ષિક રૂા . ૧ર૦૦ થી રર૦૦ / - સુધીનું ચોગદાન ECS દ્વારા આપવાનું રહેશે . સદર ECS દર વર્ષે ૧૫ મી મે પહેલાં સભ્યના બેંક ખાતામાંથી આપોઆપ ડેબીટ થઈ થશે.

( ૮ ) કોઈપણ કારણસર ECS પરત થશે તો ઉમાછત્ર સહાય મળવાપાત્ર રહેશે નહી. જેને પુનઃ કાર્યરત કરવા માટે પરત ECS તારીખથી ૪પ દિનમાં બેંક ચાજૅ સાથે સદર યોગદાન કેશ/ઓનલાઈનથી જમા કરાવવાનું રહેશે અન્યથા સભ્યપદ આપોઆપ રદ થશે.

( ૯ ) ઉમાછત્ર સવ્ય ઈચ્છે ત્યારે અવિરત વિકલ્પ -૩ માં ભરેલ પ્રારંભિક યોગદાન મજરે મેળવી અવિચલ વિકલ્પ -૧ માં બાકીનું યોગદાન ભરીને તબદીલ થઈ શકશે.

( ૧૦ ) સભ્યપદની અરજી તથા વિગતો ચકાસણીને મંજૂર થયા બાદ પ્રમાણપત્રની તારીખથી અવિચલ વિકલ્પ- ૧ અને સરલ વિકલ્પ– રમાં એક વર્ષ બાદ તથા અવિરત વિકલ્પ- ૩ માં બે વર્ષ બાદ ઉમાછત્ર સહાય મળવાપાત્ર થશે . ત્રણે વિકલ્પો મળીને એક હજાર સભ્યોની નોંધણી પૂર્ણ થયેથી ઉમાછત્ર સહાય મળવાપાત્ર થશે.

( ૧૧ ) ઉમાછત્ર સહાય મેળવવા સમાજના NRI વ્યક્તિએ US $ ૫૦૦ નું યોગદાન આપવાનું રહેશે. (કુલ એક હજાર ઉમાછત્ર સભ્યો થાય ત્યાં સુધી)


( ૧ ર )  ઉમાછત્ર સભ્યના અવસાન બાદ પરિવારે મહત્તમ ૩૦ દિવસ સુધીમાં ઉમાછત્ર સહાયનું નિયત ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજી પુરાવાઓ સાથે સંસ્થાની ઓફિસે આપવાનું રહેશે . જેની ચકાસણી બાદ ઉમાત્ર સહાયની રકમ સભ્યના પરિવારને નિયમ નંબર ૧૩ થી ૧૭ માં જણાવ્યા મુજબ આપવામાં આવશે.

( ૧૩ ) જેમને પુત્ર ન હોય એવી ઉમાછત્ર સભ્ય દિકરી અરજી સાથે અથવા પાછળથી વિનંતીપત્ર આપીને ઉમાસહાયના ૪૦% સહાય પિયરે માતા-પિતાને આપી શકશે.

( ૧૪ ) ઉમાછત્ર સહાય સભ્ય સાથે રહેતા હોય એવાં સંતાન, પત્ની તથા માતા-પિતાને જ મળવાપાત્ર રહેશે. જો પત્ની પુનઃલગ્ન કરે તો ઉમાછત્ર સભ્યના માતા-પિતાને ૪૦% અને સંતાનો રહેવાના હોય તેમને ૬૦% સહાય આપવાની રહેશે . આમ છતાં નિયમ નં. ૧૪ ને ૧૫ બાબતે સ્થિતિ અનુસાર સંસ્થાનો નિર્ણય સૌને બંધનકર્તા રહેશે.

( ૧૫ ) કોઈપણ પ્રકારની કુદરતી કે માનવ સર્જિત હોનારત કે અકસ્માતમાં એકી સાથે એકથી વધુ અવસાન પામનાર ઉમાછત્ર સભ્યોના કિસ્સામાં ઉમાછત્ર સહાયની રકમ વધુમાં વધુ પ૦ ( પચાસ ) ઉમાત્ર સભ્યના પરિવારોને નિયમ નંબર ૧૬ મુજબ ચૂકવવામાં આવશે . ઉક્ત સંજોગોમાં ઉમાછત્ર સહાયની રકમ સભ્ય દીઠ મહત્તમ રૂા . ૩,૦૦,૦૦૦ / - ( અંકે રૂા.ત્રણ લાખ ) ચૂકવવામાં આવશે . તેમ છતાં તેમાં ફેરફાર કરવાનો આખરી નિર્ણય સંસ્થાનો રહેશે .

( ૧૬ ) અરજી સમયે કોઈ પણ ગંભીર જીવલેણ બિમારી હશે તો તે વ્યક્તિ સભ્ય થવા પાત્ર રહેશે નહીં. તેમ છતાં સદર માહિતી છુપાવીને સભ્યપદ મેળવેલ હશે તો સહાય મળવાપાત્ર રહેશે નહીં.કોઈપણ પ્રકારની આત્મહત્યા કે અકુદરતી અવસાનમાં ઉમાછત્ર સહાય મળવાપાત્ર રહેશે નહીં.

( ૧૭ ) ઉમાછત્ર સહાય અંતર્ગત નક્કી કરવામાં આવેલ નીતિ - નિયમોમાં અગાઉથી જાણ કર્યા વગર સંસ્થા સુધારા-વધારા કે ફેરફાર કરી શકશે. ઉમાછત્ર સભ્યને પપ વય પૂર્ણ થયેથી તેમજ સંસ્થાના અને ઉમાછત્રના નિયમોનો ભંગ કરવાથી આપમેળે સભ્યપદ રદ થરો અને કોઈપણ પ્રકારની સહાય મળવાપાત્ર રહેશે નહીં.

( ૧૮ ) ઉમાછત્ર સભ્ય થવા અગાઉ દરેકે સંસ્થાના તમામ નિયમો અને ઉદે્શો વાંચી સમજી લેવા ફરજીયાત છે. જે તે નીતિ-નિયમો અને નિયમો સિવાયના અમલીકરણ તેમજ અર્થઘટન બાબતે સંસ્થાએ આપેલા નિર્ણયો સામે સંસ્થા કે સંસ્થાના ટ્રસ્ટી, હોદ્દેદાર, કર્મચારી કે સહયોગી દાતા ઉપર કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી કરી શકાશે નહીં. જે દરેક વ્યક્તિને અને ઉમાછત્ર સભ્યો તેમજ તેમના વંશ-વાલી, વારસોને કબૂલ મંજૂર રહેશે. જેની આ સાથે બાંહેધરી અને ખાતરી આપું છું.


 

MOB : 7575003316

MOB : 7575003318

:Office:terms bank